અમદાવાદઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામત આપવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ ગુજરાતમાં અનામતની માગ વધુ ઊગ્ર બની છે. પાટીદારો જ નહીં, રાજપૂતો ય અનામત મેળવવા મેદાને પડ્યા છે. ૨૯મીએ પાટીદાર કોર કમિટી અને રાજપૂતોએ ઓબીસી પંચમા આર્થિક-સામાજિક સર્વે કરાવવા માગણી કરી હતી.
ગુજરાતમાં ય મહારાષ્ટ્ર પેટર્ન પર અનામત આપવા માગ ઊઠી છે. બે દિવસે પહેલાં જ પાટીદારોએ ઓબીસી પંચમાં રજૂઆત કરી હતી. ઓબીસી પંચના કહેણના પગલે પાટીદાર કોર કમિટીના સભ્યો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. પાટીદાર કોર કમિટીએ પંચમાં રજૂઆત કર્યા બાદ જણાવ્યું હતું સર્વે વિના કોર્ટમાં અનામત ટકતી નથી. અમારે આવી અનામત જોઈતી નથી. સૌથી પહેલાં પાટીદારોના આર્થિક-સામાજિક આધારે સર્વે કરાવો. ત્યારબાદ અનામત આપો. મહારાષ્ટ્ર સરકારે તો અનામત આપી દીધી. હવે આ પેટર્ન પર ગુજરાત સરકાર અમલ કરે.

