અમદાવાદઃ ગુજરાત રાજ્યની સંસ્કૃત અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને નેશનલ સંસ્કૃત બોર્ડના સદસ્ય ડો. ગૌતમ પટેલ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના અધ્યક્ષપદે સર્વાનુમતે ચૂંટાયા છે. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ ગુજરાતી સંસ્કૃત વિદ્વાન અધ્યક્ષપદે ચૂંટાયા છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ૧૮, ૧૯, ૨૦મી મેના રોજ ૪૯મી દ્વિવાર્ષિક ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દેશભરમંથી ૧,૦૦૦ જેટલા સંસ્કૃત વિદ્વાનોએ હાજરી આપી હતી. ડો. ગૌતમ પટેલ બે વર્ષ, માટે ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના અધ્યક્ષપદે રહેશે અને નાગપુરમાં મળનારી ૫૦મી કોન્ફરન્સમાં અધ્યક્ષસ્થાન શોભાવશે. કોન્ફરન્સ દર બે વર્ષે ભારતના જુદા જુદા શહેરોમાં યોજાય છે.


