અમદાવાદ: કચ્છ જિલ્લામાં એટીએમમાં પૈસા ભરવા જતા યુવકોએ સમયાંતરે રૂ. ૩ કરોડની ઉચાપત કરી હતી. વર્ષ ૨૦૧૨ના આ પ્રકરણમાં અગાઉ ૮ જેટલા આરોપીઓની આરોપી નાસતા ફરે છે. આ પ્રકરણમાં અમદાવાદ એટીએસએ દિલીપ જોશી નામના એડવોકેટની ધરપકડ કરી હોવાના અહેવાલ ૨૬મી મેએ મળ્યાં છે. આરોપીઓને મદદ કરવા અને પુરાવા નાશ કરવા મુદ્દે દિલીપની ધરપકડ કરવામાં આવી હતી.
એટીએસે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૨માં આઠ જેટલા આરોપીઓ એ ભેગા મળી ૩ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. કચ્છના અમુક એટીએમમાં પૈસા ભરવા જતા યુવકો અન મશીનમાં પૈસા લોડ કરવાની જગ્યાએ અમુક રકમ કાઢી લેતા હતા.
આમ ધીરે ધીરે કરી ૩ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી આ અંગે કચ્છમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને મદદ કરવા અને બે કમ્ય્યુટરમાં આરોપીઓને હિસાબ લખ્યો હતો તે કમ્યુટરનો નાશ કરવામાં એડવોકેટ દિલીપ જોશીનો રોલ હોવાનું બહાર આવતા એટીએસએ ૨૩મી મેએ તેની ધરપકડ કરી હતી. દિલીપે બે સીપીયુ આરોપીઓ પાસેથી લઇને તેનો નાશ કર્યો હોવાનું બહાર આવ્યું છે. એટીએસે જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા પાંચ જણા અંગે પણ દિલીપ જોશીની પૂછપરછ કરાશે.