અંજારમાં અજંપાની આગ પછી પોલીસે બાજી સંભાળી

Wednesday 08th March 2017 09:39 EST
 
 

ગાંધીધામઃ થોડા દિવસ પહેલાં અંજારની બે કન્યાઓ પરીક્ષા આપવા જઇએ છીએ તેમ કહીને ઘરેથી નીકળી હતી. બાદમાં પરત ન આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે અંજારમાં પહેલીએ એક બેઠક પૂરી થયા પછી ટોળાએ દેખાવો શરૂ કર્યાં હતાં અને ૧૨ મીટર માર્ગ ઉપર મુખ્ય બજારમાં ધસી ગયા હતા. બાળકીઓને ઉઠાવી જવાનો એક મુસ્લિમ યુવાન પર શક હોઈ તેની બેગની દુકાનમાં ટોળું ઘૂસી ગયું હતું અને ઉશ્કેરાઇને દુકાનમાં આગ ચાંપી દીધી હતી. જેના પગલે આસપાસની દુકાનો ઝડપથી બંધ થઇ ગઇ હતી. બજારમાં પરિસ્થિતિ તંગ થવાની પોલીસને તુરંત જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી.
આ અંગે પોલીસવડા ભાવનાબેન પટેલે જણાવ્યું કે, અંજારમાં થોડા દિવસ અગાઉ બે કન્યાઓ પરીક્ષા આપવા શાળાએ ગઈ હતી અને પાછી ઘરે આવી નહોતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter