અગરિયાઓ માટે રણમાં દોડશે ડિજિટલ મોબાઇલ વાન

Wednesday 15th March 2017 08:37 EDT
 

ભુજઃ રણમાં ધોધમખતા તાપ કે કડકડતી ઠંડીમાં મીઠું પકવતા અગરિયાઓ અત્યાર સુધી સૂરજ સામે અરિસો ધરીને પ્રકાશની મદદથી એકબીજા સાથે કમ્યુનિકેશન કરતા હતા. હવે રણમાં અગરિયાઓ માટે ડિજિટલ મોબાઇલ વાન દોડતી થતાં એકબીજા માટે કમ્યુનિકેશન સરળ બનશે. ઓસામા મંજર ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા તાજેતરમાં આધુનિક ડિજિટલ મોબાઇલ વાન મુકાઇ છે. ૮ માસ સુધી મીઠું પકવવાની કામગીરી કરતા અગરિયાઓ અત્યાર સુધી કુટુંબીજનો અને બીજા અગરિયાઓ સાથે સંપર્ક માટે સૂર્ય સામે અરિસો ધરીને કામ ચલાવી લેતા હતા હવે ૧૦૦ કિ.મી. રણવિસ્તારમાં મોબાઇલ વાન આવતાં તેઓ આસાનીથી જરૂરી સંદેશાની આપ લે કરી શકશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter