અછતગ્રસ્ત કચ્છને મદદરૂપ થાઓઃ રૂપાણી

Wednesday 05th December 2018 05:51 EST
 
 

મુંબઈઃ ૨૦૧૯માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મુંબઈમાં ઉદ્યોગ–વેપારજગતના અગ્રણીઓ સાથે બેઠક યોજવા માટે ૨૯મી નવેમ્બરે વિજય રૂપાણીએ મુંબઈની મુલાકાત લીધી હતી. મુંબઈમાં કચ્છી નાગરિકો સમક્ષ કચ્છની અછતની સ્થિતિનું નિરૂપણ કરતાં તેમણે કહ્યું કે, સરકારે વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અછતરાહતના નિર્ણયો કર્યા છે કચ્છીઓ પણ આ વિકટ સ્થિતિમાં કચ્છને મદદ કરે તેવી વિનંતી છે. રૂપાણીએ મુંબઈમાં ૨૦૦૮ની ૨૬-૧૧ના આતંકી હુમલામાં જાન ગુમાવનારા ૧૬૬ જેટલા નિર્દોષ નાગરિકોને વરસીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ સમિટના રોડ-શોની મુલાકાતમાં હોટેલ ટ્રીડન્ટમાં આ હુમલામાં મૃત્યુ પામેલાના સ્મારકે જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter