ભારતે એરફોર્સ માટે યુએસ પાસેથી ખરીદેલાં ચિનુક હેલિકોપ્ટર મુન્દ્રા પહોંચ્યા

Wednesday 13th February 2019 05:39 EST
 
 

મુન્દ્રાઃ અમેરિકન સરકાર સાથે કરાર કરાયેલા લડાકુ હેલિકોપ્ટર ચિનુકના બોડી સહિતના પૂરજા-સામગ્રીની આયાત મુન્દ્રા બંદરે કરાઈ છે. આયાત પામેલા હેલિકોપ્ટરના માલ-સામાનમાંથી ચોપર તૈયાર કરાશે અને તેના ચંદિગઢના નિયત એરબેઝ ખાતે મુકાશે. ભારતે અમેરિકન બનાવટના ૨૨ અપાચે અને ૧૫ ચિનોય હેલિકોપ્ટર ખરીદવાનો કરાર ૨૦૧૫માં કર્યો હતો, જેના પ્રથમ બેચ પૈકીના હેલિકોપ્ટર મુન્દ્રામાં આયાત કરાયા છે. જેમાં ચોપરની બોડી અને પાર્ટસને સજ્જડ સુરક્ષા વચ્ચે ઉતારવામાં આવ્યા હતા. એરફોર્સ તેમજ બંદરના અધિકારીઓની હાજરી વચ્ચે આયાત કરાયેલા હેલિકોપ્ટરના પૂરજા જોડવામાં આવશે.

મુન્દ્રા બંદરે આવનારા સીએચ ૪૭ ચિનોય ચોપરને ચંડીગઢ લઈ જવાશે અને ત્યાં હાલમાં હેંગરમાં મૂકવામાં આવશે. ડબલ એન્જિન ધરાવતા ચિનોયની ક્ષમતા ૧૦ ટન પેલોડની છે. ભારતીય વાયુસેનાના હજુ સુધી મોટા પ્રમાણમાં રશિયન એમઆઈ-૧૭ જેવા મધ્યમ વર્ગના લિફટ હેલિકોપ્ટર ઉપર આધારિત હતી, ચિનૂક અને અપાચેનાં આવવાથી મજબૂતી વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter