કચ્છ યુનિવર્સિટીએ કર્યા ૧૫ એમઓયુ

Wednesday 18th January 2017 07:58 EST
 

ભુજઃ વાયબ્રન્ટ સમિટમાં આ વખતે માત્ર મૂડીરોકાણ જ નહીં, પણ નવી યુનિવર્સિટી તેમજ કોલેજ ખોલવા, શિક્ષણનું આદાન-પ્રદાન કરતા કરારો કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છ યુનિવર્સિટીએ ૧૫ એમઓયુ કર્યા છે. કુલપતિ ડો. સી. બી. જાડેજાના જણાવ્યા મુજબ, અગાઉ છ સમજૂતી કરી જ દેવામાં આવી છે, બાકીની પ પણ કરી દેવાતાં કુલ ૧૫ કરાર થયા છે. જેમાં નવી ઇન્સ્ટિટ્યૂટ્સ શરૂ કરવી. કચ્છમાં બે નવી વિજ્ઞાન કોલેજોની દરખાસ્ત મૂકવી. અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગોના રિસર્ચ તથા વિદ્યાર્થીઓના પ્રાધ્યાપકોના આદાનપ્રદાન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
સિમેન્ટ ક્ષેત્રે નવું રોકાણ
વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૭ અંતર્ગત કચ્છ માટે અદાણી સિમેન્ટેશન લિ.એ રૂ. ૫,૫૦૦ કરોડના અને વદરાજ સિમેન્ટે રૂ. ૫,૪૦૦ કરોડના સિમેન્ટ પ્લાન્ટ નાખવા માટેના કરાર કર્યા છે. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. ૬,૦૦૦ કરોડના, શ્રી સિમેન્ટે રૂ. ૩૦૦૦ કરોડના, આરએસપીએલ લિ.એ રૂ. ૨૫૦૦ કરોડના અને ગલ્ફ માઇનિંગ મટીરિયલ્સે રૂ. ૧૨૦૦ કરોડના કરાર કર્યાના સમાચાર છે. આ તમામ કંપનીઓ દ્વારા કચ્છમાં આશરે ૪,૪૦૦ માણસોને રોજગારી મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter