ભુજઃ કેડીસીસી બેન્કમાં કરોડો રૂપિયાના લોન ગોટાળા બાદ જયંતી ઠક્કરની મંડળી સામે વધુ એક ફરિયાદ સોમવારે સાંજે દાખલ થઈ છે. અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક લિમિટેડમાંથી જિલ્લાના ચાર તાલુકાના ૧૧૯ ખેડૂત ખાતેદારોના નામે બારોબાર રૂ. ૩૦ કરોડની લોન સેરવી લેવા મામલે અત્યાર સુધી પોલીસ પકડથી છટકી રહેલા મુંબઈના તેના ખાસ સાગરિતે તેની પત્ની અને પુત્ર સહિત જંયતી ડુમરાના બે અલગ અલગ હોદ્દા સાથે ૧૦ સામે બોગસ દસ્તાવેજોના આધારે લોન લઈ તે નાણાં એનપીએ કરાવી બારોબાર ચાઉં કરી જવા અંગે ગુનો દાખલ થયો છે. કચ્છની સહકારી બેન્કમાં કરોડો રૂપિયાના લોન કૌભાંડ બાદ એક પછી એક કેસમાં જામીન પર છૂટી રહેલા જયંતી ઠક્કર ઉર્ફે ‘ડુમરા’ સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ એક કાનૂની સંકજો કસવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૩થી નખત્રાણા, અંજાર, અબડાસા અને લખપત તાલુકાના ખેડૂતોના નામે બારોબાર લોન લઈ
નાણાં ચાઉં કરી જવા અંગે કેસ થયો છે.