કચ્છના ભચાઉમાં ભારતનું સૌ પ્રથમ હાર્મોનિયમ મંદિર

Tuesday 26th January 2021 04:25 EST
 
 

ગાંધીધામઃ કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા ૩૦૦થી વધુ હારમોનિયમ દર્શનાર્થે રખાયા છે અને આ તમામ હારમોનિયમની પૂજા પણ કરવામાં આવે છે. આ અનોખા મંદિરનું નિર્માણ પાલુભાઇ વીરમભાઇ ગઢવી (ભજનાનંદી)એ કર્યું છે. અહીં પૂ.નારાયણ સ્વામીએ વગાડેલા હારમોનિયમ, સાણંદ ઠાકોર સાહેબ વગાડતા એ હાર્મોનિયમ પણ છે. ભચાઉના આ અનોખા હાર્મોનિયમ મંદિરની વિશેષતા છે કે, અમુક કંપનીઓ જે ૪૦-૫૦ વર્ષ પહેલાં બંધ થઇ ગઇ એ કંપનીના હારમોનિયમ પણ અહીં છે. ૧૨૫થી ૧૩૦ વર્ષ જૂના હારમોનિયમ જેમાં બે સપ્તકથી સાડા ચાર સપ્તક સુધી, તો સિંગલ લાઇનથી લઇને ચાર લાઇન સુધીના હારમોનિયમ દર્શનાર્થે રાખવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter