કચ્છના ભૂકંપ પરથી ડોક્યુમેન્ટરી બનશે

Wednesday 31st August 2016 08:25 EDT
 
 

ભૂજઃ ‘ગંગાજલ’, ‘દામૂલ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ જેવી સામાજિક સમસ્યાને ઉજાગર કરતી કેટલીય સફળ ફિલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક, સ્ક્રીનપ્લે રાઈટર અને અભિનેતા પ્રકાશ ઝા ભૂકંપપીડિત કચ્છની સમસ્યાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની એક દસ્તાવેજી ફિલ્મ કચ્છમાં બનાવવાના છે. પ્રકાશ ઝાએ ઘણી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દસ્તાવેજી પણ બનાવી છે. જાણવા મળતી વિગતો મુજબ, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની આ ફિલ્મ કચ્છમાં ભૂકંપ પછી ઊભી થયેલી પરિસ્થિતિ પર હશે અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ બનવાની છે.
આ માટે પ્રકાશ ઝા ટૂંક સમયમાં કચ્છની મુલાકાતે આવવાના છે અને વિવિધ સ્થળે આ દસ્તાવેજી ફિલ્મનું શૂટિંગ કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter