કચ્છમાં ૩થી વધુની તીવ્રતાના ભૂંકપના ૨ આંચકા

Monday 08th February 2021 04:54 EST
 

ભુજઃ કચ્છમાં ચોથી ફેબ્રુઆરીએ ખાવડા અને દુધઇ પાસે ૩ની તીવ્રતાના બે સહિત ૧૨ કલાકમાં ૪ આંચકા આવ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં તા. ૭-૧ના ૪ની તીવ્રતાના આંચકા સાથે ભચાઉ નજીકની ધરા ધણધણી હતી ત્યાર બાદ હળવા કંપનો આવવા જારી રહ્યા છે. જોકે, ૨૭ દિવસ બાદ ૩થી વધુની તીવ્રતાના બે આંચકા નોંધાયા છે. ત્રીજીની રાત્રે ૧૨.૧૨ કલાકે દુધઇથી ૮ કિમીના અંતરે પશ્વિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં ૩ની તીવ્રતાનો આચંકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ખિરસરામાં નોધાયું હતું. ઉપરાંત ભુજ તાલુકાના ખાવડાથી ૨૦ કિમી દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં સવારે ૯.૩૭ કલાકે ૩.૩ની તીવ્રતાનો આચંકો આવ્યો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter