કચ્છમાં ૪ દિવસમાં વિવિધ સ્થળે ભૂકંપના ૯થી વધુ આંચકા નોંધાયા

Wednesday 15th March 2017 08:47 EDT
 

ભુજઃ ગાંધીનગર સિસ્મોલોજી કચેરીની નોંધ પ્રમાણે ૫ માર્ચે રાત્રે ૧.૨૬ વાગ્યે ૧.૧ની તીવ્રતા સાથે રાપર પાસે, રાત્રે ૨.૪૫ વાગ્યે ૪.૦ની તીવ્રતા સાથે ફરી રાપર પાસે, સવારે ૫.૩૧ વાગ્યે ૧.૩ની તીવ્રતા સાથે ભચાઉ પાસે, બપોરે ૧૨.૩૪ વાગ્યે ૧.૯ની તીવ્રતા સાથે દુધઈ પાસે ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા. છઠ્ઠીએ ભચાઉ પાસે સવારે ૪.૩૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ૭મીએ રાપર પાસે રાત્રે ૯.૩૭ વાગ્યે ૨.૮ની તીવ્રતાના, નલિયા પાસે રાત્રે ૧.૦૪ વાગ્યે ૧.૯ની તીવ્રતાના, ધોળાવીરા પાસે રાત્રે ૧૨.૫૫ વાગ્યે ૩.૯ તીવ્રતાના અને ભુજ નજીક રાત્રે ૧૧.૫૭ વાગ્યે ૧.૫ની તીવ્રતાના કંપનો અનુભવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter