કચ્છી-સિંધી અશ્વને રાષ્ટ્રીય માન્યતા મળી

Wednesday 11th October 2017 09:35 EDT
 
 

અમદાવાદઃ ભારતની દેશી પશુ ઓલાદોની ઓળખ, રજિસ્ટ્રેશન અને સંરક્ષણ માટેની કાર્યશાળા કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગના કેન્દ્રીય રાજ્ય પ્રધાન ક્રિષ્ના રાજના હસ્તે છઠ્ઠીએ ખુલ્લી મુકાઈ હતી. આ સાથે ચાર દિવસીય લિવિંગ લાઈટલી માલધારી પ્રદર્શનનો આરંભ અમદાવાદમાં આત્મા બિલ્ડિંગમાં થયો હતો. આ કાર્યશાળામાં ભારતના ૫ રાજ્યોના પશુપાલન વિભાગ અને પશુધન વિકાસ બોર્ડના અધિકારીઓ, માલધારી સ્વૈચ્છિક સંસ્થાઓ, પશુપાલન વિભાગ વગેરે ૧૫૦ જેટલા સહયોગી જોડાયા હતા. આ અવસરે કચ્છી-સિંધી અશ્વની રાષ્ટ્રીય માન્યતા અંગેનો પત્ર કેન્દ્રીય પ્રધાન ક્રિષ્ના રાજના હસ્તે રામ રહીમ કચ્છી સિંધી સહકારી મંડળીના સભ્યોને અપાયો હતો. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાત વર્ષમાં ૩ નવી ઓલાદો માન્યતા પામી છે અને હજુ ચાર જેટલી વિચારણા હેઠળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter