ગાંધીધામમાં અથડામણઃ પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમાની કાર ઉથલાવાઈ

Wednesday 29th November 2017 07:55 EST
 

ગાંધીધામઃ સુંદરપુરી વિસ્તારમાં ૨૪મી નવેમ્બરે કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે જૂથ આમને સામને આવી જતાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. મામલો એ હદે તોફાનમાં ફેરવાયો હતો કે ટોળાએ કોંગ્રેસ પ્રદેશ મંત્રીની કાર ઉથલાવી નાંખી હતી અને કાચ ફોડી નાંખ્યા હતાં. જોકે આ ઘટના સમયે પ્રદેશ કોંગ્રેસના મંત્રી હાજી જુમા રાયમા કારમાં ન હતા. તેમના પુત્ર કારમાં હતા જોકે તેમને ઈજા પહોંચી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રામબાગ હોસ્પિટલના ફરજ પરના તબીબ
ડો. મકવાણાએ ત્રણને માથામાં સામાન્ય ઈજા થયાનું સર્ટિફિકેટ આપ્યું હતું. બીજા દિવસે આ વિસ્તારમાં સ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter