ઘોરાડ લુપ્ત થયા એ દુ:ખ પાસે એવોર્ડનો આનંદ ફિક્કો થઈ જાય છે!

Wednesday 12th June 2019 07:00 EDT
 

મુંદરાઃ આશરે ૩૫ જેટલા વિવિધ એવોર્ડ્સથી નવાજાયેલા અશોક ચૌધરીને ‘ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ-મોસ્કો (રશિયા)’ની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધામાં પણ સન્માન મળ્યું છે. ૧૭૨ દેશના ૧,૧૨,૨૬૮ ફોટોગ્રાફરો પૈકી ૩૦૫૩ ફોટોગ્રાફરો આ સ્પર્ધામાં ત્રીજા લેવલ સુધી પહોંચ્યા હતા તે પૈકી ૫૦ ઉત્તમ તસવીરોમાંથી અશોકની ‘લેસર ફલોરિકન’ તસવીર પસંદગી પામી હતી.
આ માટે ચોતરફથી અશોક ચૌધરીને અભિનંદન મળી રહ્યા હતા. જોકે અશોક ચૌધરીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએથી મળતા સન્માનની ખુશી કરતાં મને એ વાતનું દુઃખ વધુ છે કે લેસર ફલોરિકન અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ લુપ્ત થવાના આરે છે.
તેમણે જણાવ્યું કે, દુઃખ એ વાતનું પણ છે કે નલિયા અને બન્નીના ઘાસના મેદાનો નાશ પામતા જાય છે. જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો, પવનચક્કીની વધતી સંખ્યા, સ્થાનિકો અને તંત્રની બેદરકારીના કારણે ઘોરાડની વસ્તીને નુક્સાન પહોંચ્યું છે એ ચિંતાનો વિષય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter