ચાર દિવસમાં બીજી પાકિસ્તાની માછીમારી બોટ ઝડપાઈ

Wednesday 07th March 2018 07:43 EST
 
 

લખપતઃ સિરક્રીક -લખપત નજીકના દરિયામાંથી ૨૫મી ફેબ્રુઆરી સુધીમાં ચાર દિવસમાં જ બીજી પાકિસ્તાની માછીમારી બોટ પકડાતાં આ સરહદી દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને કોમ્બિંગ પણ તેજ કરાયું છે. ૨૫મી ફેબ્રુઆરીએ મોડી સાંજે સીમાસુરક્ષા દળના જવાનો ફાસ્ટ એટેક બોટ સાથે સિરક્રીક બાજુ પેટ્રોલિંગમાં હતા ત્યારે મલક્રીક (પડાણાક્રીક) પાસે ભારતની સીમામાં પાકિસ્તાની માછીમારની બોટ નજરે પડી હતી. ભારતીય જવાનોએ બોટને પકડવા જતાં બે માછીમારો બોટ છોડીને પાકિસ્તાની સીમા તરફ નાસી છૂટયા હતા. જોકે પકડાયેલી બોટમાંથી કશું જ સંદિગ્ધ ન મળતાં સુરક્ષા એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter