ચાર્લી ચેપ્લિનની અસલી છડી આદિપુરમાં

Friday 17th April 2015 08:34 EDT
 
 

ગાંધીધામઃ વિશ્વવિખ્યાત મૂક અભિનય સમ્રાટ ચાર્લી ચેપ્લિનના જન્મ દિનની ૧૬ એપ્રિલે આદિપુરમાં ધામધૂમથી ઊજવણી થઇ હતી. આદિપુરના ડો. અશોક આસવાણી સ્થાપિત ચાર્લી સર્કલ દ્વારા સાંજે પાંચ વાગ્યે આ ઉજવણીના ભાગરૂપે શહેરના મદનચોકથી ગાંધી સમાધિ સુધી એક રેલી નીકળી હતી. જેમાં ૩૦ જેટલા નાના-મોટા લોકોએ ચાર્લીની વેશભૂષા ધારણ કરી હતી. આ ઉજવણીમાં ટોરેન્ટો (કેનેડા)થી ચાર્લી ચેપ્લિનને આબેહૂબ જીવંત કરતા જેસન એલીને પોતાના અભિનયનો જાદુ સ્થાનિક લોકોને બતાવ્યો હતો.

આ પરેડમાં અજિતાભ બચ્ચના પુત્રી નમ્રતા બચ્ચને આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાર્લી ચેપ્લિને તેમની ૧૯૧૪ની ફિલ્મ ‘ધ માસ્કરેડટ’માં ઉપયોગ કરેલી અસલી છડી લાવવામાં આવી હતી. આ છડીને જોવા અને તેનો સ્પર્શ કરવા ચાર્લીના પ્રશંસકોએ પડાપડી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter