નદીમાં ભેખડ ખોદીને રમતા ત્રણ પિતરાઈ ભાઈઓ પર ભેખડ ધસતાં ત્રણેયનાં મોત

Monday 01st February 2021 13:27 EST
 

ભુજઃ ખાવડા પાસે આવેલા ધ્રોબણા ગામ પાસેની હુસૈની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ રવિવારની સાંજથી રમવા માટે ગયા હતા. ત્રણેય ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. મોડી સાંજ સુધી બાળકો ન આવતાં પરિવારે શોધ આદરી ત્યારે ત્રણેય પિતરાઈ ભાઈઓનાં ચપ્પલ નદી પાસેથી મળી આવ્યાં હતાં અને બાજુમાં રેતીનો ઢગલો હતો. રેતીના ઢગલામાં તપાસ કરતાં ત્રણેય બાળકો મળી આવ્યાં હતાં. જેમને મોડી રાત્રે સારવાર માટે ખાવડાના સરકારી દવાખાને લઇ જવાયાં હતાં. ત્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યાં હતાં. બનાવની જાણ થતાં ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
મૃતકોનાં નામ:
• મુનીર કદર (ઉં. વ. ૧૩), • કલીમ ઉલ્લા ભીલલાલ (ઉં. વ. ૧૬), • રજા ઉલ્લા રસીદ (ઉં. વ. ૧૪)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter