નવરાત્રીમાં માતાના મઢના દ્વાર બંધ

Monday 28th September 2020 06:28 EDT
 

માતાના મઢઃ વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને લીધે શક્તિપીઠના ઈતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. દયાપરમાં તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અશ્વિન નવરાત્રી મહોત્સવ દરમિયાન આ પ્રસિદ્ધ યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પદયાત્રિકો માટે દર્શન બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. આમ મંદિરના દ્વાર જ બંધ રહેશે. દર વર્ષે અશ્વિન નવરાત્રીમાં લાખ્ખો માઈભક્તો મા આશાપુરાજીના દર્શન કરવા આવે છે, પણ આ વર્ષે દેશ સહિત કચ્છમાં કોરોના વધતાં સરકાર દ્વારા મઢ બંધ રહેશે.
નવરાત્રી દરમિયાન પૂજા - વિધિ, હવન તેમ જ માતાજીની સેવાપૂજા, માતાના મઢ જાગીરના અધ્યક્ષ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી-પૂજારી દ્વારા નિત્યક્રમે ચાલુ રખાશે. મા આશાપુરાજીના મુખ્ય સ્થાનક માતાના મઢ સાથે લાખ્ખો માઈભક્તોની આસ્થા જોડાયેલી છે તે જોતાં મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યુ-ટ્યુબ પર લાઈવ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવશે. માઈભક્તો ઘરબેઠાં દર્શન કરી શકશે અને નવરાત્રિમાં આરાધના કરી શકશે તેવું ટ્રસ્ટી તેમજ મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter