બુટલેગરોના ત્રાસથી પોલીસનો આપઘાત

Wednesday 07th September 2016 08:01 EDT
 

ભાભરઃ બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો.
મૃત્યુ પહેલાં નાગજીભાઈએ બનાસકાંઠાના પોલીસ વડાને ત્રણ પાનાં ભરીને સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કુખ્યાત બુટલેગરો અને તેમની સાથે ભળી ગયેલા સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા તેમને વારંવાર ધમકીઓ મળતી રહે છે. આ ઉપરાંત તેમને મારી નાખવાના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાનું તેમણે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું.
પોલીસે આ કેસમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ માજી પ્રમુખ, પોલીસ અધિકારી, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને બે બુટલેગરો સહિત આઠ જણા સામે ગુનો દાખલ કર્યો છે. ઠાકોર સેનાના વડા અલ્પેશ ઠાકોરે દોષિતો સામે પગલાં ભરવાની માગણી પણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter