બેડોળ ચહેરો ધરાવતી દુર્ગાની અમેરિકન માતાએ સર્જરી કરાવી

Wednesday 10th May 2017 09:58 EDT
 
 

ભૂજઃ જન્મતાંની સાથે જ ઉકરડામાં ફેંકી દેવાયેલી અને જીવજંતુઓએ નાક કરડી ખાતાં બેડોળ બની ગયેલી માસૂમ બાળકી દુર્ગાની આ વાત છે. જોકે સમયસર કોઈનું દુર્ગા પર ધ્યાન પડતાં પોલીસને જાણ કરી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ. હોસ્પિટલે પહોંચવાથી તેનો જીવ બચી ગયો. બેડોળ ચહેરો ધરાવતી દુર્ગાને પોલીસે ભૂજના મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપી. મહિલા કલ્યાણ કેન્દ્રમાં દુર્ગાને દત્તક લેવા આવનારા તેનો બેડોળ ચહેરો જોઈને તેને દત્તક લેવાથી દૂર રહ્યા, પણ દુર્ગાને બે વર્ષ પૂર્વે અમેરિકાની પોપ સિંગર અને વ્યવસાયે શિક્ષિકા ક્રિષ્ટીન વિલિયમ્સે દત્તક લીધી અને પોતાની સાથે અમેરિકા લઈ ગઈ. ક્રિસ્ટીને દુર્ગા અને ભારતમાંથી અન્ય એક મુન્ની નામની યુવતીને પણ દત્તક લઈને અમેરિકામાં બન્ને દીકરીઓને સુંદર બનાવવા નિષ્ણાત તબીબો પાસે સારવાર શરૂ કરાવી હતી. પ્લાસ્ટિક સર્જરીનાં નિષ્ણાતોની સારવારના પરિણામ સ્વરૂપ હાલમાં દુર્ગા અને મુન્નીના ચહેરાની સુંદરતા ફરીથી ખીલી ઉઠી છે. આ ઘટનાને કારણે અમેરિકાની ન્યૂઝ ચેનલ અને ટોક શોઝમાં ક્રિસ્ટન, દુર્ગા અને મુન્ની રોજબરોજ ચમકે છે. તો બીજી તરફ, કચ્છ અને તેનો ઉછેર કરનારી સંસ્થાઓ મોભીઓ પણ દુર્ગાની
ઉજળી કિસ્મતને ભગવાનનો ચમત્કાર માનીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter