ભુજ શહેરના વિકાસમાં કોઇ કચાશ નહીં રખાય

Wednesday 23rd December 2015 07:13 EST
 
 

ભુજઃ શહેરના ૪૬૮મા સ્થાપના દિનની ૧૬મી ડિસેમ્બરે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ હતી. ભુજ શહેરની જ્યાં પ્રથમ ખીલી ખોડાઇ છે તે ઐતિહાસિક સ્થળે શાસ્ત્રોકતવિધિ સાથે ખીલી પૂજન સુધરાઇના વરાયેલા પ્રમુખ અશોકભાઇ હાથી અને ધારાસભ્ય નીમાબહેન આચાર્યના હસ્તે કરાયું હતું.
આ અવસરે ધારાસભ્ય નીમાબહેન આચાર્ય અને નગરપ્રમુખ અશોકભાઇ હાથીએ ભુજવાસીઓને સ્થાપના દિને શુભેચ્છા આપતાં જણાવ્યું કે, શહેરના વિકાસ માટે ક્યાંય કચાશ રખાશે નહીં. ભુજના છેવાડાના રહેવાસીઓને તમામ સગવડો મળે તે માટે તમામ પ્રયાસો કરાશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter