ભુજઃ રામનવમીના દિવસે રવિવારે સવારે ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી થતાં સંતો હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે.
મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી તથા પાર્ષદ જાદવજી ભગતના જણાવ્યા મુજબ તેઓએ માત્ર ૧૭ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કર હતી અને સ્વામી જગજીવનદાસજીના શિષ્ય બન્યા હતા. ૬૫ વર્ષ સુધી ભુજ મંદિરમાં રહીને તેમણે ભગવાન સ્વામીનારાયણની સેવા-અર્ચના સાથે સત્સંગ કથા-વાર્તાથી મુમુક્ષુઓને મોક્ષના માર્ગનું માર્ગદર્શન આપ્યું હતું. સદ્દગુરુ સંતની પાલખી યાત્રામાં પટેલ ચોવીસીના ગામોમાંથી સંતો હરિભક્તો ઉમટી પડ્યા હતા. તેમની ગુણાનુવાદ સભા કામદા એકાદશી એટલે કે ૨૭મી માર્ચે ભુજ સ્વામીનારાયણ મંદિરના સભામંડપમાં સવારે ૮.૩૦ વાગ્યે યોજાઈ હતી.


