ભુજનો યુવાન વિશ્વબેંકમાં ઓપરેશન મેનેજર

Wednesday 17th February 2016 06:36 EST
 
 

ભુજઃ વિશ્વબેંકની એક ટીમે પશ્ચિમ બંગાળથી કચ્છ સુધીના દરિયાકાંઠાના ભારતીય રાજ્યોનો વીતેલા એક માસમાં એક બસ મારફતે વાવાઝોડાની સામે લડવાની તૈયારીના ભાગરૂપે પ્રવાસ કર્યો. આ ટીમ કચ્છ પહોંચી ત્યારે તેમાંના એક સદસ્ય વર્લ્ડ બેંકના ડિઝાસ્ટર વિભાગના ઓપરેશન મેનેજર હેમાંગ કારેલિયાની ખુશીનો પાર નહોતો. કારણ કે તેઓ માતૃભૂમિમાં વર્લ્ડ બેંકના અધિકારી તરીકે પહોંચ્યા હતા. હેમાંગ કારેલિયાએ જણાવ્યું હતું કે, તે ભુજની વી. ડી. હાઈસ્કૂલ અને તે પછી સ્વામિનારાયણ વિદ્યાલયમાંથી ભણીને નડિયાદની પ્રસિદ્ધ ડી. ડી. આઈ. ટી. કોલેજમાંથી ઈજનેર થયા અને ધીમે ધીમે વર્લ્ડ બેંક સુધી પહોંચી જવાયું. ભુજવાસીઓએ પણ તેમને હરખથી આવકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter