રૂપાલમાં માતાજીની પલ્લીનો મેળોઃ

Monday 29th September 2014 11:18 EDT
 
• યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલઃ બહુચરાજી તાલુકાના અંબાલા ગામના ખેડૂત પરિવારની દીકરી અને કડીના મેઘના કેમ્પસમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી પૂજા પટેલે ચીનમાં યોજાયેલી યોગાસનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને બે સ્પર્ધાઓમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. જોકે, આ સ્પર્ધા માટે સરકાર દ્વારા તેને કોઈ માર્ગદર્શન કે સહાય ન અપાઈ હોવાનો અફસોસ શાળા સંચાલકોએ વ્યક્ત કર્યો હતો.

• ડીસા પાલિકામાં રાજકીય ભૂકંપઃ ભાજપશાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની દરખાસ્ત અપક્ષોએ ભાજપ અને કોંગ્રેસના સભ્યોના કેટલાક સભ્યોના સહકારથી પસાર કરાવતા જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે જ્યારે ડીસામાં ઉલટી ગંગા વહી છે. દોઢ વર્ષથી વિવાદોમાં સપડાયેલાં ડીસા પાલિકાના પ્રમુખ ડો. તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નીલેશભાઈ ઠક્કર વિરુદ્ધ અપક્ષના ૧૦ અને કોંગ્રેસના ચાર સભ્યોની સહીથી અવિશ્વાસ દરખાસ્ત રજૂ થઇ હતી. જોકે દરખાસ્ત પર ચર્ચા કરવા પ્રમુખ અને ઉપપ્રમુખ એક મહિનાની નિયત મર્યાદામાં બેઠક યોજી ન શકતા અવિશ્વાસ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter