લંડનની બિનનિવાસી મહિલાઓએ સેડાતા શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રી આપી

Wednesday 05th February 2020 05:44 EST
 

ભુજઃ બળદિયા અને કેરાની બે એનઆરઆઇ મહિલાઓ દ્વારા ભુજ તાલુકાના સેડાતા ગામની નિશાળને સામગ્રી ભેટ અપાઇ હતી. બળદિયાના અને લંડનમાં તબીબ એવા ડો. ધનુબહેન કે. જેસાણીએ સેડાતા પ્રાથમિક શાળાના ૩૦૦ જેટલા બાળકોને ગણવેશ દાન કરતાં ગામની મહિલાઓએ તેમનો આભાર માની તેમનું સન્માન કર્યું હતું. ધનુબહેન અને ગામીએ તાજેતરમાં સ્કૂલની મુલાકાત લઇ મીઠાઇ વિતરણ પણ કર્યું હતું. કેરાના ગામીએ ઠંડીની ઋતુમાં વર્ગખંડમાં બાળકોને બેસવા શેતરંજીનું પણ દાન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter