ભુજઃ લોકડાઉનમાં સવારથી સાંજ સુધી કામકાજ કરવાની છુટ ભુજમાં અપાઇ છે ત્યારે ભુજમાં ૧૫મી મેએ એક વાડીમાંથી જુગાર ક્લબ પકડાઇ હતી. આરોપીઓ છેક ભુજથી તો કોઇક નખત્રાણાથી વાડીએ પહોંચતી વેળાએ રસ્તામાં કોઇ રોકયો નહીં હોય તેવો સવાલ ખડો થયો હતો, પણ આ પૈકીના અમકુ આરોપીઓએ લોકડાઉનમાં સેવા કરવાની પરમિશન મેળવી હતી જે ગાડીની આગળ લગાવી દીધી હતી.
ભુજના ટપ્પરના કિસ્સામાં લોકડાઉનમાં પોલીસ પુત્રએ ગાડીમાં પોલીસનો જુગાર માટે ખેલીઓની હેરફેર કરવામાં ઉપયોગ કરાયો હતો. પોલીસ પુત્ર રાજદીપ જાડેજા તેમજ યુવાનોના અગ્રણી પ્રકાશ ઉર્ફે ભીખો લોકડાઉનમાં સેવાકીય પ્રવૃત્તિનો દોર પણ આરંભ્યો હતો. તો ભુજથી રાજદીપ પોતાની અર્ટીગા કારમાં ખેલીઓને ટપ્પર વાડીએ લઇ ગયો હતો. જેમાં તે આગળ પોલીસ લખેલો બોર્ડ રાખતો હોવાથી સામાન્ય રીતે પોલીસ આવા વાહનોને ઉભી રાખતી નથી. કેમ કે, હાલમાં પોલીસની મોબાઇલ અને સરકારી વાહન સિવાય અન્ય પ્રાઇવેટ વાહનો પણ પોલીસ પેટ્રોલિંગમાં જોડાયા હોવાથી આવા વાહનો પર પોલીસ ધ્યાન આપતી નથી. નખત્રાણાથી ગૌતમ પટેલ છેક મુન્દ્રાના ટપ્પર સુધી જુગાર રમવા માટે ગયો હતો. તે પણ સેવા કરવાની પરમિશન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
મુન્દ્રા પોલીસની હદમાં એલસીબીએ દરોડો પાડી કામગીરી કરતા મુન્દ્રા પોલીસ મથકના સ્ટાફે ક્લબમાં પકડાયેલા આરોપીઓને વધુ માર મરાયો હતો. તો બીજી તરફ આરોપી પૈકી ત્રણ યુવાનોને અલગ તારવી તેમને બરાબરનો લમધાર્યો હતો. જોકે, આરોપી પૈકીના એક યુવાને તાજેતરમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પોલીસ હિન્દુ યુવાનોને ખોટી રીતે ફસાવતી હોવાનો આક્ષેપ કર્યો હોવાથી તેને ધોઇ નાંખ્યો હોવાની ચર્ચા છે.