સો અશ્વોની હણહણાટીથી વેકરિયા ગાજ્યું

Wednesday 04th January 2017 05:43 EST
 
 

ભુજઃ નાતાલની રજાઓને પગલે એક તરફ ધોરડોનું સફેદ રણ તાજેતરમાં પ્રવાસીઓથી ઊભરાયું હતું. વેકરિયા રણ ઘોડાઓની હણહણાટી અને લોકોની ચિચિયારીથી ગાજી ઊઠયું હતું. હજારથી વધુ લોકોની ઉપસ્થિતિ વચ્ચે અશ્વદોડે ફિલ્મ જેવાં દૃશ્યો સર્જ્યાં હતાં. ભુજ અશ્વપાલક ગ્રુપ દ્વારા આયોજિત અશ્વદોડમાં સમગ્ર કચ્છ તથા બહારગામથી મોટી રેવાલમાં ૧૬ અશ્વો, નાની રેવાલમાં ૩૪ અને સરડામાં ૧૮ અશ્વોએ દોડમાં ભાગ લીધો હતો. રણમાં ૧૦૦થી વધુ ઘોડા નિહાળી પ્રવાસીઓ પણ રોમાંચિત થઇ ઊઠયા હતા. આ સ્પર્ધાના મુખ્ય અતિથિ પદે માજી ડીવાય.એસ.પી. દિલીપ અગ્રાવત, શ્રી રાવલ (રાજસ્થાન), મહેન્દ્રભાઇ, સંજય પટેલ (સુરત), સતીશ પટેલ, ધોરડોના હાજી અબ્દુલ કલામ, હાજી ભુરા સમા, દાઉદ ત્રહિયા, શક્તિસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં રેવાલ નાનીના વિજેતાઓમાં પ્રથમ સંજય પટેલ (સુરત)નો ઘોડો પ્રતાપ, દ્વિતીય ક્રમે વકાર શેખ (સુરત)નો ઘોડો બાહુબલી, તૃતીય ક્રમે અબ્ધ્રેમાન મોરારિયા (ભુજ)નો ઘોડો, જ્યારે રેવાલ મોટીના વિજેતાઓમાં પ્રથમ ક્રમે ઇબ્રાહિમ જુમા મમણ (ભુજ)નો ઘોડો શેરા, દ્વિતીય ઝમીર જુસબ મોગલ (ભુજ)ની ઘોડી સુરૈયા, તૃતીય ક્રમે લાકડિયાવાળા હાજી ફતેહમામદ લાલમામદની ઘોડી વિજેતા થયા હતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter