હરામીનાળામાંથી એક બોટમાં ત્રણ પાકિસ્તાની માછીમારો ઝડપાયા

Wednesday 11th July 2018 09:00 EDT
 

ભુજઃ સીમા સુરક્ષા દળની ૭૯ બટાલિયનના જવાનો ફાસ્ટ એટેક્ટ બોટ મારફત આઠમીએ બપોરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હરામીનાળા પાસેના પીલર નં. ૧૧૬૬ નજીકથી પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારોને ઝડપી લીધા હતા. બીએસએફના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ જણાવ્યું કે ત્રણેય સિંધપ્રાંતના સુજાવલના  રહેવાસીઓ છે. જેમાં સદ્દામ હુસૈન, અલી મોહંમદ હારૂન અને શેર હારૂન (ઉ. વ. ૨૦)નો સમાવેશ થાય છે. ઝડપાયેલી બોટની તપાસમાં રોજિંદા વપરાશની વસ્તુઓ અને માછીમારીના સામાન સિવાય કશું સંદિગ્ધ ન મળ્યાની જાણકારી મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter