હરામીનાળામાંથી ૨૪ કલાકમાં નવ પાકિસ્તાની બોટ પકડાઈ

Wednesday 15th November 2017 08:03 EST
 

ભુજ: કચ્છના લખપત પાસે આવેલા હરામીનાળા વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે સર્ચ ઓપરેશન દરમિયાન ૨૪ કલાકમાં નવ પાકિસ્તાની બોટ અને આઠ નાગરિકોને ઝડપી પડ્યા છે. ૧૦મી નવેમ્બરે દિવસના ભાગમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પેટ્રોલિંગ દરમિયાન છ બોટ સાથે પાંચ પાકિસ્તાની ઘૂસણખોરો પકડાયા હતા. એ પછી ૧૦મીની મોડી રાત્રે વધુ ૩ માછીમારી બોટ સાથે ૩ પાકિસ્તાની ઘૂસણખોરો લખપત પાસેની હરામીનાળામાંથી જ ઝડપાયા હતા. બીએસએફ દ્વારા આઠેય નાગરિકોની તપાસ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter