ભૂજઃ કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર રણ વિસ્તારના હાજીપીરથી લખપત વચ્ચેની ભારતીય સીમા વિસ્તારમાં પાંચમી એપ્રિલે સવારના સમયે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ૭૯ બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે છેક ભારતીય સીમા વિસ્તારના પીલર નંબર ૧૧૨૭ની અંદર સુધી ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા એક પાકિસ્તાની માણસને ઝડપી પાડ્યો હતો.
આ પાકિસ્તાની માણસની પૂછપરછ હાથ ધરતા તે વારંવાર પોતાનુ સ્ટેટમેન્ટ બદલતો હોવાનું બહાર આવ્યું છે. માણસનું નામ મહોમ્મદ અલી હોવાનું જણાવી રહ્યો છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કલીમ કોટનો રહેવાસી હોવાનું જણાવે છે.

