હિન્દુ લક્ષ્મણસિંહના બકરાની ઈદની કુરબાની માટે રૂ. ૩૮ લાખ રૂપિયામાં માગ

Wednesday 07th September 2016 08:05 EDT
 

ભુજઃ બાડમેરના ચોહટન તાલુકામાં આવેલા કેસનોર ગામના રાજસ્થાની હિન્દુ લક્ષ્મણસિંહ સોઢા નખત્રાણાના સમસાણ ગામની વાડીમાં ખેતમજૂરી સાથે પશુપાલન કરે છે. આજથી સવા બે વરસ પહેલાં તેમની બકરીએ એક બકરાને જન્મ આપ્યો હતો. તે સમયે તે બકરો રૂ. ૧૦ હજારમાં મંગાયો હતો, પણ પોતાના મુસ્લિમ મિત્રની સલાહ માનીને તે સમયે બકરો નહીં વેચનાર લક્ષ્મણસિંહ સોઢાના આ બકરાની માગ અત્યારે ૩૮ લાખ રૂપિયામાં થઈ છે. ૭૦ કિલો વજન અને સવા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા બકરાના શરીરની બંને બાજુએ ચાંદ તારાનું નિશાન છે અને મોટી દાઢી છે.

બકરાની પીઠ ઉપર છ કલરના પટ્ટા પણ દેખાય છે. ઈદની કુરબાનીના ગુણો ધરાવતો હોઈ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અમદાવાદના મુસ્લિમ બિરાદરો આ બકરાની ખરીદી માટે લક્ષ્મણ સિંહ પાસે આવી રહ્યા છે. ગત બકરી ઈદે જામખંભાળિયાના એક મુસ્લિમ બિરાદરે રૂ. ૩પ લાખ તો અમદાવાદના લતીફ શેખે રૂ. ૩૮ લાખમાં બકરો ખરીદવાની ઓફર આપી હતી પણ ગત વર્ષે મુંબઇમાં બકરી ઈદની કુરબાનીનો બકરો રૂ. ૮પ લાખમાં વેચાયા પછી આ હિન્દુ પશુપાલકે પોતાનો બકરો રૂ. પ૦ લાખમાં વેચવાની ઓફર મૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter