૧૩ વર્ષની દૃષ્ટીનું દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી બંજી જમ્પિંગ

Wednesday 07th September 2016 08:00 EDT
 
 

ભુજઃ મૂળ માંડવીના અને હાલમાં દુબઈ વસતા મનીષાબહેન તથા કૈલાસભાઈ આશરની પુત્રી દૃષ્ટિએ ૩૦મી જુલાઈએ સાઉથ આફ્રિકાના વેસ્ટર્ન કેપ ખાતે આવેલા બ્લાઉકન્સ બ્રિજ પરથી છલાંગ લગાવીને બંજી જમ્પિંગ કર્યું હતું.
પહેલી ઓગસ્ટના રોજ ૧૧ હજાર ફીટની ઊંચાઈએથી વિમાનમાંથી સ્કાય ડાઈવિંગ કરીને પણ દૃષ્ટીએ ભારે હિંમતનું પ્રદર્શન કર્યું હતું. તેણે પેરાશૂટથી લેન્ડિંગ કર્યું હતું. આ પરાક્રમ રુસ્તમ બર્ગસ્કાય - ડાઈવિંગ ક્લબ, સનસિટી ખાતેથી થયું હતું.
દૃષ્ટિ દુબઈમાં ભારતીય અભ્યાસક્રમની સીબીએસસી સ્કૂલમાં ધો ૯માં અભ્યાસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter