અમદાવાદ: ગુજરાત સરકારના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને કટારલેખક ડો. જયનારાયણ વ્યસના પત્ની સુહાસિનીબેન વ્યાસનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. સ્વર્ગસ્થની અંતિમવિધિ અમદાવાદનાં થલતેજ સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી. ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ જન્મેલા સુહાસિનીબેન વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. જયનારાયણભાઇ તેમજ સુહાસિનીબહેનનું દાંપત્યજીવન ૫૦ વર્ષ કરતાં પણ ખુબ લાંબુ રહ્યું છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.


