કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

Wednesday 04th December 2019 05:23 EST
 

ગાંધીનગરઃ રાજ્યમાં માગશર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વાતાવરણમાં પલટો આવતાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, ખેડા-આણંદ, પંચમહાલ, દાહોદ, ડાકોર, નડીયાદ પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. રવિવાર વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેને લઈ ખરીફ પાકમાં વ્યાપક નુકસાનની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter