યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં થયેલી હિંસા બાદ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ખાસ સિક્યોરિટીનાં પગલાં લેવાયાં છે, જેમાં દરેક વિસ્તારોને ૨૬ ઝોનમાં વહેંચી દેવાયો છે. આ ઉપરાંત વોલિન્ટર્સનાં નામ, નંબર અને સ્થાનિક પોલીસ સ્ટેશનનાં સંપર્ક નંબર પણ દર્શાવાયા છે.
જો કોઈ કટોકટીની સ્થિત સર્જાય તો મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં રોકાવવાની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં અરુઆ મંદિર, આગાખાન મસ્જિદ (અરુઆ, નેબી, પૈધઘા, કોબોકો), એન્ટેબનું ગણેશ મંદિર, આગાખાન મસ્જિદ (ફોર્ટપોર્ટલ, બુંદીબુગો, ગુલુ, હોમિયા), એસએસડીએમ મંદિર, સ્વામિનારાયણ મંદિર, ગુરુદ્વારા (જિંજા, કમુલી, ક્લીરો), આગાખાન મસ્જિદ, એસએસડીએસ મંદિર (કબાલે, કિશોરો, લીરા, કિટગુમ, મસાકા, માબ્લે, સિરોન્કો, કપચોરવા, મ્બારારા), ટોરોરો હિન્દુ મંદિર (ટોરોરો)નો સમાવેશ થાય છે.

