અમદાવાદ: આધુનિક નગરજીવનને કાવ્યોમાં સચોટ રીતે રજૂ કરનારા કવિ નિરંજન ભગત (ઉં. ૯૨) બ્રેઇન સ્ટ્રોક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
૯૨ વર્ષની વયે પણ તેઓ સાહિત્ય પરિષદની બેઠકમાં હાજર રહેતા નિરંજનભાઈનું બ્લડપ્રેશર અનિયમિત થતાં તેમને પેરાલિસિસની અસર થઇ હતી. તબીબોના જણાવ્યા મુજબ ગંભીર પરિસ્થિતિ હોવાથી તેમને હાલમાં તબીબી નિરીક્ષણ હેઠળ જ રખાશે. પ્રખર કવિ, નિબંધકાર અને પ્રાધ્યાપક નિરંજનભાઈની તબિયતના સમાચાર સાંભળી ગુજરાતી સાહિત્ય વર્તુળોમાં ચિંતા પ્રસરી છે. વર્ષ ૧૯૨૬ની ૧૮ એપ્રિલે અમદાવાદમાં જન્મેલા નિરંજનભાઈએ કાવ્ય, નિબંધ સહિતના સાહિત્ય ક્ષેત્રોમાં બહોળું ખેડાણ કર્યું છે.


