કાંકરિયા દેશનું પ્રથમ સૌથી સ્વચ્છ સ્ટ્રીટ હૂડ હબ

Saturday 28th July 2018 07:59 EDT
 
 

અમદાવાદઃ ખાદ્ય પદાર્થની ગુણવત્તાની માહિતી રાખતી એફએસએસઆઈએ કાંકરિયા લેકને દેશના ફર્સ્ટ ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તરીકેનો એવોર્ડ આપ્યો છે. લો ગાર્ડનની ખાઉ ગલી બીજા ક્રમે છે. અહીં ૬૬ સ્ટ્રીટ વેન્ડર્સ છે. સ્ટેટ ફૂડ ડ્રગ એન્ડ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ. જી. કોશિયાના જણાવ્યા અનુસાર તમામ વેન્ડર્સ હાથના ગ્લોવ્ઝ, એપ્રન, ક્લિન કારપેટ અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે.
યોગ્યતાનો માપદંડઃ કિચન વેસ્ટનો યોગ્ય નિકાલ • ડ્રેનેડ પીવાના પાણીની, બેસવાની, પાર્કિંગની વ્યવસ્થાની સગવડ • દૂધના ઉત્પાદનોમાંથી બનેલી વસ્તુઓને રાખવાની સુવ્યવસ્થા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter