કાર નદીમાં ખાબકતાં અમદાવાદના કોન્ટ્રાક્ટરનું મૃત્યુ

Wednesday 14th December 2016 06:42 EST
 

વિરમગામઃ શંખેશ્વરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા વિરમગામ હાઇવે પર રૂપેણ નદીના પુલ ઉપરથી સાતમીએ બપોરે એક ટોયોટો કાર રેલિંગ તોડીને ૨૦ ફૂટ ઊંડે નદીમાં ખાબકતાં અમદાવાદમાં સેટેલાઈટમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિન ગાંધીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અશ્વિનભાઇ શંખેશ્વરમાં સ્ટેટ બેંકમાં નાણાના વહીવટના કામે સોનલબહેન પરીખ, મુકેશભાઇ રાઠોડ સાથે મિટિંગ માટે આવી રહ્યા હતા ત્યારે બપોરે તેમનું કારના સ્ટિઇરીંગ પરનું બેલેન્સ લથડી જતાં ગાડી રેલિંગ સાથે અથડાઇ હતી અને દિવાલ તોડીને નદીમાં ખાબકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter