પૂણેઃ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ૨૦૦૬માં કરાયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપીઓ પૈકી એકને એટીએસે પૂણેથી ઝડપી લીધો હતો. ૨૦૦૬માં ૧૮ સપ્ટેમ્બરે કાલુપુર રેલવે સ્ટેશને લશ્કરે તોઇબાના ઇશારે બોમ્બ બલાસ્ટ કરાયો હતો. આ ગુનામાં પોલીસે જે તે સમયે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ૧૧ વોન્ટેડ છે. એટીએસની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા છેલ્લા કેટલાય સમયથી વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન કેસનો એક આરોપી મોહસીન પુનાવાળો પૂણેના હડપસરમાં છુપાઇને રહે છે. આ બાતમીના આધારે એટીએસની ટીમે પૂણે જઇને મોહસીન અબ્બાસ સૈયદ (૩૬)ને ઝડપી લીધો હતો.

