કાશ્મીરમાંથી લાઈસન્સ સાથે હથિયાર ખરીદતાં ગુજરાતી કુખ્યાત

Wednesday 26th April 2017 06:51 EDT
 

અમદાવાદઃ ઉંઝામાં કુખ્યાત પાટીદાર યુવાન ધર્મેન્દ્ર મિલન સામે મારામારી, ખંડણી સહિત કુલ ૨૨ ગુના નોંધાયેલાં છે. તેની પાસે રિવોલ્વર પણ છે. આ માણસે થોડાક દિવસો પહેલાં જ ભાજપના યુવા પ્રમુખ નિશ્ચિત પટેલ પર હુમલો કર્યો હતો. નિશ્ચિત અમદાવાદ સિવિલમાં દાખલ છે. ધર્મેન્દ્ર પટેલ ઉપરાંત તેનો ભાઇ જિતેન્દ્ર હથિયાર રાખે  છે. આ બંને ભાઇ ઉપરાંત અન્ય પાંચ જણાંએ પણ જમ્મુ કાશ્મીરમાં ખોટા દસ્તાવેજો આધારે હથિયારના લાયસન્સ મળવ્યા છે. ઉંઝાના ધારાસભ્ય નારાયણભાઇ લલ્લુભાઇ પટેલ કહે છે કે, આ માહિતી મળતાં જ મેં મહેસાણા કલેક્ટરથી માંડીને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. એટલું જ નહીં, મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ, ડીઆઇજીને પણ જાણકારી આપી હતી. આમ છતાં કોઇએ ધ્યાન આપ્યું ન હતું. સંકલનની બેઠકમાં પણ આ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને કલેક્ટર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. ભાજપના ધારાસભ્યની પણ ભાજપ સરકારે અવગણના કરી હતી. આખરે હારીથાકીને  દિલ્હી સીબીઆઇના વડા એ. કે. શર્માને મળીને રજૂઆત કરી હતી. જેના પગલે શર્મા દ્વારા જમ્મુ કાશ્મીરનો હવાલો સંભાળતા સીબીઆઇના એડિશનલ ડીજી સાંઇ મનોહરને સમગ્ર પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter