કેજરીવાલની હવે ગુજરાતને શિક્ષણમાં 5 ગેરન્ટી

Sunday 21st August 2022 06:09 EDT
 
 

ભુજઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. આજે જન્મદિવસે તેમણે કચ્છની મુલાકાત કરી છે અને શિક્ષણ ક્ષેત્રની ગેરન્ટીની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે, બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે.
કેજરીવાલે જણાવ્યું કે, સરકારી શાળાઓની હાલત કથળેલી છે, સુધારવાની જરૂર છે. ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં ભણે છે. કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું. દરેક વ્યક્તિને અમીર બનાવવાનું મારું લક્ષ્ય. લોકો અમીર થશે તો દેશ અમીર બનશે. વિદ્યા સહાયકના ઘણા મુદ્દા છે તો તેમને કહેવા માગુ છું કે, વિદ્યા સહાયકો અમારી પાર્ટીનો પ્રચાર કરો, ત્રણ મહિનામાં અમારી સરકાર બનશે તો તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લાવીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter