અમદાવાદ: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ રોડ-શો યોજશે. જોકે, હજુ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અમદાવાદ આગમન અંગે નિશ્ચિત કાર્યક્રમ અપાયો નથી, પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવાની સૂચનાઓ મળી ચૂકી હોવાના અહેવાલ છે. શક્ય છે કે, કેનેડાના વડા પ્રધાન ગાંધીનગર કે દિલ્હી ‘અક્ષરધામ'ની મુલાકાત લે તેવો કાર્યક્રમ પણ ફાઈનલ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાષ્ટ્રપ્રમુખ, વડા પ્રધાનને ગુજરાતના મહેમાન બનાવવાનો સિલસિલો સતત જાળવી જ રાખ્યો છે.