અમદાવાદઃ ખેડૂતોએ કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અને દેવા માફી સહિતની માગણી અંગે આદરેલાં દેશવ્યાપી ૧૦ દિવસીય આંદોલનને કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહને સમાચારોમાં ચમકવા માટે કરાયેલા નાટક સમાન લેખાવવાના નિવેદનના કારણે તેમના નિવેદનને ઓબીસી, એસસી અને એસટી એકતા મંચના અગ્રણીઓએ ખેડૂતોની મશ્કરી અને અપમાનજનક ગણાવી અમદાવાદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
અદાલતે કેન્દ્રીય કૃષિ પ્રધાન સામે ફરિયાદ દાખલ કરી તપાસના આદેશ આપ્યા છે.

