કેલિફોર્નિયામાં સિટી કાઉન્સિલના મેયરને હત્યાની ધમકી આપવા બદલ રિદ્ધિ પટેલની ધરપકડ

Friday 19th April 2024 09:16 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના એક શહેરમાં મેયર તથા સિટી કાઉન્સિલના સભ્યોને ચાલુ બેઠક દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુજરાતની વતની રિદ્ધિ પટેલની ધરપકડ કરાઈ છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલતા યુદ્ધ મુદ્દે કેલિફોર્નિયાના બેર્સફિલ્ડ સિટી કાઉન્સિલે યુદ્ધવિરામની તરફેણ નહીં કરતાં પેલેસ્ટાઈન તરફી વલણ ધરાવતી રિદ્ધિએ ઉશ્કેરાઈને કાઉન્સિલના તમામ સભ્યોને તેમના ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કાઉન્સિલમાં પોતાના સંબોધનના અંતે રિદ્ધિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, અમે તમને તમારા ઘરે આવીને મારીશું. અમે તમારી હત્યા કરીશું. રિદ્ધિના સંબોધન બાદ મેયર ગોહ તેની પાસે ગયા હતા અને તેને જણાવ્યું હતું કે તમે છેલ્લે જે કહ્યું તે ધમકી હતી, આથી પોલીસ ઓફિસર તમારી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરશે. રિદ્ધિ વિરુદ્ધ 16 ગુના દાખલ કરાયા છે.
રિદ્ધિએ પોતાના પ્રથમ સંબોધનમાં રિદ્ધિએ પેલેસ્ટેનિયન પર થતાં અત્યાચારો અંગે ઉપેક્ષા દાખવવા બદલ કાઉન્સિલના સભ્યોની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથના દેશો તેનો બદલો લેવા તેમની હત્યા કરશે.
બીજા સંબોધનમાં રિદ્ધિએ સિટી કાઉન્સીલના સભ્યોને ગંદી ગાળો ભાંડતા જણાવ્યું હતું કે, દરેક પીડિતને તેના પર અત્યાચાર કરનાર સામે હિંસક વિરોધ કરવાનો અધિકાર છે અને જો કોઈ ગીલોટીન લાવીને તમારા બધાના ગળા કાપી નાખે તો સારું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter