ગાંધીનગર: દેશમાં છેલ્લા કેટલાક વર્ષથી કેળાના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. દેશભરમાં હાલમાં અંદાજે ૨૯૦થી ૨૯૫ લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે. તેથી કેળાના ઉત્પાદનમાં દેશમાં ટોચના ત્રણ રાજ્યોમાં એક ગુજરાત છે. આ સિવાય તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં સારા પ્રમાણમાં કેળા થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગભગ વધતા ઓછા અંશે સમાન ઉત્પાદન રહે છે.
ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૪૨ લાખ ટનથી ૪૫ લાખ ટન અને મહારાષ્ટ્રમાં ૪૦ લાખથી ૪૫ લાખ ટન સુધીમાં ઉત્પાદન થાય છે. જ્યારે તામિલનાડુમાં વર્ષે ૫૧થી લઈને ૫૪ લાખ ટન સુધીનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષે દેશમાં પૂરતા વરસાદને કારણે ભાવમાં મોટી વધઘટનો અભાવ રહ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયામાં હાલમાં આવેલા પૂરને કારણે કળાના પાકને મોટું નુકશાન થયું હોવાના અહેવાલ મળતા હતા અને ઓસ્ટ્રેલિયાની વૈશ્વિક સ્તરે માગ હોવાના અહેવાલ મળતા હતા.


