કેશુભાઈ પટેલની તબિયત લથડી

Wednesday 12th December 2018 05:32 EST
 

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ (ઉ. ૯૦)ની ૮મીએ તબિયત લથડતાં તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શરદી, ઉધરસ અને તાવને લઈને તેમના વિવિધ ટેસ્ટ કરાયા હતા અને ડોક્ટરોએ ફેફસાંની પણ તપાસ કરી હતી. જોકે, કોઈ મોટી બીમારી ન હોવાનું ડોક્ટરોને લાગ્યું હતું. જેથી સારવાર આપી તેમને રજા આપી દેવાઈ હતી અને તેઓને ઘરે મોકલી દેવાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter