કેસિનો ઓન વ્હીલ્સ પકડાયું

Wednesday 12th December 2018 05:38 EST
 
 

અમદાવાદઃ ચાલતી બસે જુગાર અને મહેફિલની સુવિધાવાળી ‘કેસિનો બસ’માં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજસ્થાનના ૧૮ જુગારીઓને લઈને જતાં મીત દિનેશભાઈ શાહને પોલીસ ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યો છે. પીસીબીની ટીમે સનાથલ સર્કલ પાસે સાંઈ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોકી હતી. આ લક્ઝરી બસને કેસિનોની જેમ મોડીફાઈડ કરાઈ છે. બસની આગળની સીટો કાઢી નાંખવામાં આવી હતી અને ત્યાં જ ગાદલા ઉપર બેસીને જુગાર રમી શકાતો હતો. જુગારીઓને ‘નશો' રહે તે માટે રખાયેલી ઈંગ્લિશ દારૂની ૩૫થી વધુ નાની બોટલ (મીનેચર્સ) પણ ઝડપાઈ છે. ગેમ્બલિંગ વર્લ્ડમાં મોટું નામ ગણાતાં ‘દિનશા'નો પુત્ર મીત રૂ. ૩૫ના એક કિલોમીટર લેખે લક્ઝરી બસ ભાડે રાખી હરતું ફરતું જુગારખાનું ચલાવતો હતો. સરખેજ પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter