કૈયલ ગામના યુવાન અલ્પેશ પ્રજાપતિની અમેરિકામાં હત્યા

Wednesday 22nd August 2018 08:13 EDT
 
 

કડીઃ એટલાન્ટામાં રહેતા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામના વતની ૩૬ વર્ષીય અલ્પેશ પ્રજાપતિની ૧૪મી ઓગસ્ટે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અલ્પેશ એટલાન્ટા સ્ટેટના મેકનમાં ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા હતા
વહેલી સવારે જયારે તે સ્ટોર ઓપન કરી રહ્યો હતો. તે સમયે ત્રાટકેલા બે હથિયારધારી બુકાની વાળા લૂંટારુઓએ તેને ગન પોઈન્ટ પર લઈ બળજબરીથી સ્ટોર ઓપન કરાયા બાદ અંદર લઈ ગયાં હતાં અને તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. ગન પોઈન્ટના જોરે તેની તલાશી દરમિયાન નહીંવત પૈસા મળતાં લુંટારાએ તેને ધમકી આપીને સ્ટોરના એકબાજુએ ખુણામાં લઈ ગયો હતો અને ત્યાં ગોળી મારી દીધી હતી. એ પછી અશ્વેત લૂંટારાઓએ ત્યાંથી ભાગી ગયાં હતાં. ઘટનાની જાણ થયા બાદ મેકન સિટી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અલ્પેશ પ્રજાપતિને હોસ્પિટલ મોકલી આપતાં ડોકટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
મેટન સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કોઈ અજ્ઞાત હત્યારાઓની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter